Kit Distribution on day of World TB Day

ગઈકાલે વિશ્વ ટી.બી. દિવસ હતો. પાટડી તાલુકાના ટી.બી. ના દર્દીઓને પોષણ આહાર કીટ આપીને સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમદા પ્રવૃત્તિ અને ટી.બી નિર્મૂલન ક્ષેત્રે વિશેષ મદદ બદલ જિલ્લા ટી.બી વિભાગ દ્વારા ‘ સેતું ચેરીટેબલ ટ્રસ્ટ’ ને વિશેષ સન્માન પત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકાના તમામ ખાનગી પ્રેક્ટિશનર તબીબશ્રીઓ તથા સરકારી તબીબશ્રીઓ અને આરોગ્ય સાથે સંકળાયેલા વિભાગ હાજર રહ્યા. સાંજે 7 વાગ્યે ભાવના રિસોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં તાલુકાના સહુથી સિનિયર ડો. પરીખ સાહેબ ના હાથે સેતુને સન્માન પત્ર આપવામાં આવ્યું.