Flag Hoisting at SETU Kharaghoda

સ્વાતંત્ર્ય પર્વ હોય કે પ્રજાસત્તાક દિન દેશવાસીઓ ધામધૂમથી આ રાષ્ટ્રીય પર્વને ઉજવે છે. આજે દેશભરમાં 15 ઓગસ્ટ ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે આજે અહીંયા આપની સમક્ષ ધ્વજવંદનની એક અનોખી પરંપરાની વાત કરવી છે.

મીઠાના નગર તરીકે ઓળખાતા ખારાઘોડામાં આજે આરોગ્ય સેવા ક્ષેત્રે આદરપાત્ર નામ છે સેતુ… સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અહીંયા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. સેતુમાં રાષ્ટ્રીય પર્વોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી અહીંયા ધ્વજવંદન મહિલાના હાથે થાય તેવી અનોખી પરંપરા છે. આ વખતનું ધ્વજવંદન ખારાઘોડાના તેજલબેન ના હાથે થયું. 27 વરસના તેજલબેન ધોરણ 8 સુધી ભણેલા અને સાધારણ પરિવારના ગૃહિણી છે. તેજલ બેન કહેછે કે તેમના પતિ મીઠામાં જાય છે. આ દરિયા જેવડા મુલકમાં કોઈ પદ કે હોદ્દાના ભાર વગર સહજતાથી જીવન જીવતી કરોડો મહિલાઓ છે. તેજલ બેન તેમાંના એક છે. તેજલબેન કહે છે મારા જેવી સામાન્ય ગૃહિણીના હાથે ધ્વજવંદન થાય તેનો હરખ હોય એ સ્વાભાવિક છે.